અંકલેશ્વર: ડી માર્ટ નજીક જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

New Update
અંકલેશ્વર: ડી માર્ટ નજીક જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા પોલીસે સ્થળ પરથી રોકડા 18 હજાર મળી કુલ 21 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતો જુગારી ગોપાલ ગોવિંદ જોગી,રાજુ કમરા જોગી,ગણપત ઠાકોર પટેલ અને જીજ્ઞેશ રાઠવા તેમજ વિજય વસાવાને ઝડપી પાડ્યો હતો.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.