Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નાંગલ ગામના બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બુટલેગરની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર: નાંગલ ગામના બસ સ્ટેન્ડ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બુટલેગરની પોલીસે કરી ધરપકડ
X

અંકલેશ્વર તાલુકા પોલીસે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નાંગલ ગામના બસ સ્ટેન્ડ પાસેના સી.એન.જી.પંપ નજીકથી વિદેશી દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડી મળી કુલ ૧.૯૨ લાખના મુદ્દામાલ સાથે નવા ધંતુરીયા ગામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા ધંતુરીયા ગામનો બુટલેગર મોન્ટુ રમેશ પટેલ ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.૦૨.બી.ડી.૪૫૦૮માં હરીપુરા ગામમાંથી વિદેશી દારૂ ભરી અંકલેશ્વર શહેર તરફ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નાંગલ ગામના બસ સ્ટેન્ડ આગળ સી.એન.જી.પંપ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૬૨૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૬૨ હજારથી વધુનો દારૂ અને એક ફોન તેમજ ૧ લાખની ફોર વ્હીલ ગાડી મળી કુલ ૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા ધંતુરીયા ગામના આંબલી ફળિયામાં રહેતો બુટલેગર મોન્ટુ રમેશ પટેલને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂના જથ્થા સાથે તેની પુછપરછ કરતા આ જથ્થો હરીપુરા ગામનો બુટલેગર ચિરાગ ઉર્ફે ચિન્ટુ શૈલેશ પટેલે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

Next Story