અંકલેશ્વર: પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ, જુઓ કેવી રીતે વધુ નાણાની કરતો હતો વસુલાત

અંકલેશ્વરના યુવાને ભરૂચના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

New Update
અંકલેશ્વર: પોલીસે વધુ એક વ્યાજખોરની કરી ધરપકડ, જુઓ કેવી રીતે વધુ નાણાની કરતો હતો વસુલાત

અંકલેશ્વરના યુવાને ભરૂચના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

અંકલેશ્વર પારસીવાડ ખાતે રહેતા જીગ્નેશ રાણાની ભરૂચ ઝાડેશ્વર ખાતે રહેતા અજય શાહ જોડે ઓળખાણ થઇ હતી. અજય શાહ વીમા એજન્ટ હોય તેની પાસે જીગ્નેશ રાણાએ વીમો ઉતરાવ્યો હતો.જે બાદ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા અજય શાહને રૂપિયાની વાત કરતા 10 % વ્યાજે રૂપિયા 1.60 લાખ આપ્યા હતા જેમાં પ્રતિ માસ 16,000 રૂપિયા વ્યાજ અને 4 હજાર મુદ્દલ રકમ હપ્તા શરુ કર્યા હતા.જો તારીખ ચુકે તો ૨૦૦૦ પેનલ્ટીની વસુલાત કરતો હતો. 2020માં નવેમ્બર 2022 સુધી 2 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા દરમિયાન કોવિડ-19 ને લઇ રૂપિયા ના આપતા અજય શાહએ ધાક ધમકી આપવાની શરૂઆત કરી હતી.ઓગસ્ટ 2021 સુધી ૩,૭૭,૯૫૦ રૂપિયા ગુગલ પેથી આપ્યા હતા જે મળી કુલ ૫.૭૭ લાખ રૂપિયા આપવા છતાં અજય શાહએ રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હતી.ડિસેમ્બર 2021માં ચેક બાઉન્સ કરાવી અજય શાહએ જીગ્નેશ રાણા સામે કોર્ટ કેસ કરી દીધો હતો.૧.૬૦ લાખ રૂપિયા આપ્યા બાદ તેના બદલામાં 5.77 લાખ રૂપિયા બળજબરી પૂર્વક પડાવી વ્યાજ ધીરધારનું લાયસન્સ ના હોવા છતાં અન્ય લોકોને પણ હેરાન કરનારા અજય શાહ વિરૂધ્ધ ગત ૧૮ જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અજય શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories