/connect-gujarat/media/post_banners/74c607d718ffb21f9a4614ee6a71d7ae26250337e50a53636ef8b6cf2727951c.webp)
અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહીત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ ઉપર પટેલ નગરની બાજુમાં આવેલ એચ.એસ.મોદી અને એસ.એસ.મોદી ગોડાઉનમાં હિરેન અવિનાશ મોદીએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બંને ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૧૩ નંગ બોટલ મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ રાધે નગરમાં રહેતો હિરેન મોદીને ઝડપી પાડ્યો હતો
જયારે જી.આઈ.ડી.સી.પોલીસે બાતમીના આધારે રના કોસમડી ગામની સફેદ કોલોની બ્લોક નંબર-૫માં આવેલ રૂમ નંબર-૯માં રહેતી મહિલા બુટલેગર સવીતાદેવી મેદનીરાય દીપલાલ રાયના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૫૯ નંગ બોટલ મળી કુલ ૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી