/connect-gujarat/media/post_banners/c60ab0fe02b40044514aa8c0cc8fa706590c58b9e414370ac0505808d7a2366e.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાદમી મળી હતી કે સારંગપુર રાજપીપળા રોડ જીતાલી ફાટક ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો સાથે એક રીક્ષા અંકલેશ્વર તરફ આવી રહી છે જે બાબતે રીક્ષા સામેથી આવતા અટકાવી તપાસ કરતા રીક્ષામાંથી નાની મોટી બોટલો પાઉચ 166 નંગ મળી આવ્યા હતા આ બાબતે જીઆઇડીસી પોલીસે રિક્ષામાં સવાર અંકલેશ્વરના સારંગપુરના રહેવાસી દિલીપ વસાવા અને મનીષ વસાવાની ધરપકડ કરી રિક્ષા સહિત 1,32,100નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીબિશન સહિતની કલમો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.