Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી થતી વિદેશી દારૂની 2 હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ડીજી જનરેટરમાં બનાવેલા ચોરખાનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર : પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી થતી વિદેશી દારૂની 2 હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે ડીજી જનરેટરમાં બનાવેલા ચોરખાનમાંથી લાખોના દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે બોલેરો પીકઅપ વાનમાં ચોરખાનું બનાવી લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાંય બુટલેગર અનેક કિમીયા અજમાવીને અનેક જિલ્લાઓમાં દારૂ ઘુસાડતા હોય છે, ત્યારે અમુક કિમીયાઓમાં બુટલેગરો પોલીસની નજરોથી બચી નહીં શકતા પકડાઈ જાય છે. જીહા, આપણે વાત કરીએ અંકલેશ્વર શહેરના GIDC પોલીસ મથકની, પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.જાડેજા તથા અકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે સમયે માહિતી મળી હતી કે, એક મહારાષ્ટ્ર પાર્સિંગની પીકઅપ વાન ગાડીમાં પાછળના ભાગે ડીજી જનરેટરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવમાં આવે છે. પોલીસ કાફલો માહિતીના આધારે વાલીયા રોડ ખાતે વોચમાં હતો, તે દરમિયાન વાલીયા તરફથી માહિતીવાળી પીકઅપ વાન ગાડી આવતા તેને રોકી તપાસ કરતા પ્રથમ નજરે તેમાં માત્ર ડીજી જનરેટર હોવાનું નજરે પડતું હતું. જોકે, પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતાં જનરેટરમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલો દારૂની નાની-મોટી બોટલો 4860 નંગ જેની કિંમત રૂપિયા 6,48,000 અને બિયરના ટીન નંગ 432 જેની કિંમત રૂપિયા 43, 200 મળી કુલ કિંમત રૂપિયા 6,91, 000 તેમજ પિકઅપ વાન કિંમત રૂપિયા 2 લાખ અને એક નંગ મોબાઈલ રૂ. 3,000 હજાર મળીને કુલ 8,94,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપ ચાલકની ધરપકડ, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

તો બીજી તરફ, સુરતથી ભરૂચ તરફ બંધ બોડીની બોલેરો પીકઅપ વાન નંબર GJ-05-CU-7743માં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો લઇ ચાલક આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર હાઇવે પર આવેલ આમલાખાડી બ્રીજ પાસે વોચમાં હતો, તે દરમિયાન બાતમીવાળી પીકઅપ વાન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ગાડીમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની 910 નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂ. 1.31 લાખનો દારૂ અને 5 લાખની ગાડી તેમજ ફોન મળી કુલ 6.36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ રાજસ્થાનના સુરખંડ ગામમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર સહીત 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story