અંકલેશ્વર:સાંઇ સુમન રેસિડેન્સીમાં પરિણીતાના આપઘાતના મામલે પોલીસે સાસરિયાઓની કરી ધરપકડ

અંકલેશ્વરની સાંઇ સુમન રેસિડેન્સીમાં પરિણીતાના આપઘાતના મામલે પોલીસે સાસરિયાઓની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
અંકલેશ્વર:સાંઇ સુમન રેસિડેન્સીમાં પરિણીતાના આપઘાતના મામલે પોલીસે સાસરિયાઓની કરી ધરપકડ

અંકલેશ્વરની સાંઇ સુમન રેસિડેન્સીમાં પરિણીતાના આપઘાતના મામલે પોલીસે સાસરિયાઓની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બિહારના અંધરા ખાતે રહેતા મણીકાન્ત મણી મહાકાંત મંડલની એકની એક બહેન મૂંદ્રિકાકુમારીના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજબ ગત તારિખ-10-2-22ના રોજ બિહારના શંકરપૂરના કિશુન ઉમાકાંત મંડલ સાથે થયા હતા પરણીતાના પતિ સુરત ખાતે એસ.બી.આઈ બેંકમાં મેનેજર છે જેઓની સજોદ ખાતે બદલી થતાં પતિ-પત્ની અંકલેશ્વરની સાંઇસુમન રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા.લગ્નના ત્રણ મહિના બાદ દિયર કનૈયા ઉર્ફે ભોળા ઉમાકાંત મંડલ,સસરા ઉમાકાંત સરપુર મંડલ અને સાસુ સુનિતાદેવી ઉમાકાંત મંડલ દ્વારા માનશિક રીતે હેરાન પરેશાન કરતાં હતા જે બાદ દિયર દ્વારા પરણીતાના અશ્લીલ ફોટો પાડી તેણીને બ્લેકમેલ કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો જ્યારે સાસુ-સસરા દ્વારા દહેજની માંગણી કરી પરણીતાને અમાપનીત કરતાં હૉય યુવતીએ ગત તારિખ-4થી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પરણીતાના ભાઈએ દિયર અને સાસુ-સસરા વિરુધ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે પોલીસે ફરિયાદના આધારે મૃતકના સસરા ઉમાકાંત સરપુર મંડલ અને સાસુ સુનિતાદેવી ઉમાકાંત મંડલની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories