અંકલેશ્વર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન 49 કિલો ગાંજાના જથ્થા સાથે 10 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9915 જઈ રહી હતી

New Update
અંકલેશ્વર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન 49 કિલો ગાંજાના જથ્થા સાથે 10 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9915 જઈ રહી હતી જેના ઉપર પોલીસને શંકા જતાં પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી કારની ડીકીમાં ચેક કરતાં તેમાંથી બે પાર્સલ મળી આવ્યા હતા.પોલીસે પાર્સલમાં શું છે તે અંગે ચાલકને પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને પાર્સલ ખોલી જોતાં તેમાંથી ગાંજાનો 49.410 કિલો ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 4.94 લાખનો ગાંજો અને કાર મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વરની ફૈઝ પાર્ક સોસાયટીમાં રહેતા ઇસમને ઝડપી પાડ્યો હતો.અને જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતાં તેને ભરૂચની દહેગામ ચોકડી ઉપરથી એક ઈસમએ ભરી આપી કિમના એક ઇસમને આપવાનું જણાવ્યુ હતું.

Latest Stories