અંકલેશ્વર : ભડકોદ્રાની સીમમાં બિનખેતીની જમીનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવનાર સામે પોલીસની લાલ આંખ...

ભડકોદ્રા ગામની સીમમાં બિનખેતીની જમીન ઉપર આવેલ પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવનાર સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

New Update
અંકલેશ્વર : ભડકોદ્રાની સીમમાં બિનખેતીની જમીનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવનાર સામે પોલીસની લાલ આંખ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં બિનખેતીની જમીન ઉપર આવેલ પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવનાર સામે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આઝાદનગર ખાતે રહેતી અખ્તરનીશા હઝરતુલ્લાહ મુસાફિરએ ગત તારીખ 23-5-2014ના રોજ અંસાર માર્કેટમાં રહેતા મોહમ્મદ અમીન નઝર મોહમ્મદ મનિહાર પાસેથી વેચાણ દસ્તાવેજથી પ્લોટ ખરીદી કર્યો હતો. જે બાદ આ પ્લોટ ઉપર સુપર માર્કેટમાં રહેતા આલમગિરિખાન મુહમ્મદ શબ્બીર ખાને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પ્લોટ પચાવી પાડ્યો હતો. જે અંગે પ્લોટ ધારકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી મામલતદાર સહિતના અધિકારીઓને સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો કરવા આદેશ કર્યો હતો, ત્યારે સ્થળ તપાસમાં મોહમ્મદ અમીન નઝર મોહમ્મદ મનિહારે પ્લોટ પચાવી પાડ્યો હોવાનું ધ્યાન પર આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાવવા પામ્યો છે, ત્યારે એચએએલ તો આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories