Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: કતલના ઈરાદે લઇ જવાતા ૧૪ પશુઓને પોલીસે કરાવ્યા મુક્ત, 2 આરોપીની ધરપકડ

માંડવા ટોલ નાકા પાસેથી બાતમીના આધારે કતલના ઈરાદે લઇ જવાતા ૧૪ પશુઓને મુક્ત કરાવી ૭.૮૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા

X

અંકલેશ્વર નેશનલ હાઇવે માંડવા ટોલ નાકા પાસેથી બાતમીના આધારે કતલના ઈરાદે લઇ જવાતા ૧૪ પશુઓને મુક્ત કરાવી ૭.૮૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલક સહીત બે ઇસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભરૂચ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે વડોદરાથી સુરત તરફ શંકાસ્પદ ટ્રક નંબર-જી.જે.૦૨.ઝેડ.ઝેડ. ૭૮૦૧ જઇ રહ્યો છે જેવી માહિતીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટ્રકમાં ખીચોખીચ ભરેલ ગાય,ભેંસ અને વાછરડા સહીત ૧૪ પશુઓ મળી આવ્યા હતા પોલીસે તમામ પશુઓને મુક્ત કરાવી પશુઓ,ટ્રક અને બે ફોન મળી કુલ ૭.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપીના અને હાલ વિસનગરના કમાના સર્કલ જયવાડીનાથ ટ્રાન્સપોર્ટ ખાતે રહેતો શ્રવણકુમાર સુરેન્દ્ર યાદવ,શ્રવણકુમાર અનરુદ્ધ યાદવને ઝડપી પાડ્યો હતો જયારે પશુઓ ભરી આપનાર ધરમસિંહ રબારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story