New Update
/connect-gujarat/media/post_banners/918a87ca8382d9e21c4ae7087abea3ae83e75226b8d2ad43170da4c88d91e405.webp)
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે પારસીવાડ વિસ્તારના ગોલવાડ સ્થિત અહુરા એપાર્ટમેન્ટ નીચેના માળેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પારસીવાડ વિસ્તારના ગોલવાડ સ્થિત અહુરા એપાર્ટમેન્ટ નીચેના માળે રહેતો બુટલેગર ભરત ઉર્ફે કાઠીયાવાડી કરમશી પાંડવ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૮ નંગ બોટલ મળી કુલ ૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભરત પાંડવને ઝડપી પાડ્યો હતો.