અંકલેશ્વર : ચૌટા નાકા વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, અનેક વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરાય...

New Update
અંકલેશ્વર : ચૌટા નાકા વિસ્તારમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, અનેક વાહનો પરથી બ્લેક ફિલ્મ દૂર કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન હોવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા ચૌટા નાકા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર કેટલાક વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જોકે, દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન હોવાથી અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં વાહનો પર બ્લેક ફિલ્મ સહિત MLA લખેલ પ્લેટ જોવા મળતા વાહનોને થોભાવ્યા હતા. આ સાથે જ વાહન પરથી બ્લેક ફિલ્મ સહિત MLA લખેલ પ્લેટ દૂર કરી જે તે વાહન ચાલક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસની ટ્રાફિક ડ્રાઈવના પગલે ટ્રાફિક નિયમનું ઉલંઘન કરતાં અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.