અંકલેશ્વર : પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીની GIDC પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

જીઆઈડીસી પોલીસ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની વાગરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
અંકલેશ્વર : પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીની GIDC પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની વાગરા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની હિના એંજિનિયરિંગ કંપનીમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂનો જથ્થો પિકઅપ ગાડી નંબર MH-48-CB-0729માં સગેવગે કરતાં 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસને પિકઅપ ગાડી અને કંપનીના ઓરડામાંથી વિદેશી દારૂની 11 હજારથી વધુ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 15.29 લાખનો દારૂ અને ચાર લાખની પિકઅપ ગાડી તેમજ ફોન મળી કુલ 19.29 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે અગાઉ 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાગરા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઈસમાંને ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછ કરતાં તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાવ્યું હતું. વાગરા પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસે કુખ્યાત બુટલેગરની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories