અંકલેશ્વર: મોબાઈલ ટાવરના સેલટર રૂમમાંથી રૂ.1.44 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જૈન ધર્મશાળા પાછળ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર આવેલ છે.

New Update
અંકલેશ્વર: મોબાઈલ ટાવરના સેલટર રૂમમાંથી રૂ.1.44 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ જૈન ધર્મશાળાની પાસેના ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરના સેલટર રૂમમાંથી સેલ મળી કુલ ૧.૪૪ લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જૈન ધર્મશાળા પાછળ ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવર આવેલ છે. જે ટાવરને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને સેલટર રૂમના તસ્કરોએ દરવાજાનો અડાગળો કાપી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ ૩૬ નંગ સેલ મળી કુલ ૧.૪૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે આર.એસ. સિક્યુરીટીના સુપર વાઈઝર સંજય બહારદુરસિંહ રાજપૂતએ પાનોલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

Latest Stories