/connect-gujarat/media/post_banners/140b350d14bbc2fbfd5a05bd80dc53478de121beb6335c527026f4e8d42e3b79.webp)
ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી॰ ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્યભાવનો અતુટ સબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. ત્યારે અંકલેશ્વર પંચાયતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે. જેમાં ૨૦૦ વર્ષની જૂની પરંપરા સંકળાયેલી છે. સાતમની સાંજે રાધા વલ્લભ મંદિરેથી ગોસ્વામી પરિવાર તથા ભક્તજનો કમાલી વાલા બાબાને વાડીએ ગયા હતા અને આદ્ય સ્થાપક મોહનલાલજી તેમજ લાડલી લાલજીની પાદુકા પૂજનનો લહાવો લીધો હતો। સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે કકડેઠઠ ભક્તિની હાજરીમાં રાધા જન્મોત્સ્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવિકોએ દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતાં.