અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નવા વર્ષ નિમિતે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નવા વર્ષ નિમિતે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વરમાં પંચાટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરની નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અંકલેશ્વર પંચાટી બજાર ૨૦૦ વર્ષથી પણ વધુ જુના રાધાવલ્લભ મંદિરની પ્રતિવર્ષ નૂતન વર્ષ નિમિત્તે દર્શન તેમજ અન્નકૂટનો આયોજન કરવામાં આવે છે. મંગળવારે પણ નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અને ભગવાનના દર્શનનો આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનો લીધો હતો અને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

આ પ્રસંગે મંદિરના સંચાલક મનોજ લાલજી ગોસ્વામીએ ભગવાનનો વિશિષ્ટ શણગાર પણ કર્યો હતો તેમજ કેસર સ્નાન સહિતની વિધિ યોજાઈ હતી.

Latest Stories