Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ONGC કોલોની ખાતે યોજાયો "રાવણ દહન" કાર્યક્રમ, ભવ્ય મેળાની લોકોએ માણી મજા...

X

વિજયાદશમીના પાવન અવસરની કરાય ભવ્ય ઉજવણી

અંકલેશ્વર ONGC કોલોની ખાતે ભવ્ય રામલીલા યોજાય

રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરાયું

દશેરાના પાવન પર્વે ભારત દેશના વિવિધ ભાગોમાં જુદી-જુદી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા"ના અંતને દર્શાવે છે, અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરી લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે. એકમેક અને એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે કોરોના કાળના 2 વર્ષ બાદ રાવણ દહન સહિત ભવ્ય મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાવણના 48 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કુંભકર્ણના 45 ફૂટ ઊંચા અને મેઘનાદના 43 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ONGC કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજે દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Next Story