અંકલેશ્વર : જોખમી મકાનો અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોને પાલિકાની નોટિસ મળતા માનસિક ત્રાસનો આક્ષેપ..!

તાજેતરમાં જ ભરૂચના હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું.

New Update
અંકલેશ્વર : જોખમી મકાનો અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડના રહીશોને પાલિકાની નોટિસ મળતા માનસિક ત્રાસનો આક્ષેપ..!

તાજેતરમાં જ ભરૂચના હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. જે બાદ ભરૂચ અને અંકલેશ્વર પાલિકા તંત્ર જોખમી ઇમારતો મુદ્દે પુનઃ સક્રિય થઈ નોટિસો પાઠવી મરામત કરવા કે, ઇમારત ઉતારી લેવા તાકીદ કરી રહી છે. જેમાં અંકલેશ્વરના જોખમી બનેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના રહીશોને પાલિકા દ્વારા વાંરવાર નોટિસ પાઠવવામાં આવી છે. વારંવાર મળતી આ પ્રકારની નોટિસથી રહીશોને માનસિક ત્રાસ થતો હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત માટે પહોચ્યા હતા. સ્થાનિકો રહેણાંકના મરામત માટે તૈયાર હોવા છતાં નોટિસો આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરી પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ પાલિકા પ્રમુખ કે, ચીફ ઓફિસર નહી મળતા રહીશોએ પોતાનો ઉભરો ઠાલવી માનસિક ત્રાસના આક્ષેપ કર્યા હતા.

Latest Stories