અંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતની વિવિધ સોસાયટીઓમાં દૂષિત પાણી આવતુ હોવાની રાવ, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ગડખોલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-૧૨માં આવેલ અરુણોદય સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઈને આવતું હોવાના કારણે રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે.

New Update
અંકલેશ્વર: ગડખોલ ગ્રામ પંચાયતની વિવિધ સોસાયટીઓમાં દૂષિત પાણી આવતુ હોવાની રાવ, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-૧૨માં આવેલ અરુણોદય સોસાયટીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી પીવાના પાણી સાથે મિશ્રિત થઈને આવતું હોવાના કારણે રહીશોમાં રોષ ફાટી નિકળ્યો છે.

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નિરવકુંજ સોસાયટી અને અરુણોદય નગર સોસાયટીના રહીશો તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગ સાથે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં બંને સોસાયટીઓ કે જે વોર્ડ નંબર-૧૨ માં આવતી હોય તેમાં રોડ-રસ્તા,ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.સાથે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી કોઈક લિકેજવાળી જગ્યાએથી મિશ્રિત થઈને આવતું હોવાથી સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું છે.વારંવાર ગડખોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિવાડો ના આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી,

Latest Stories