અંકલેશ્વર : બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ દ્વારા યોજાશે “રેવા સાયક્લો કાર્નિવલ”

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા “રેવા સાયક્લો કાર્નિવલ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

New Update
અંકલેશ્વર : બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ દ્વારા યોજાશે “રેવા સાયક્લો કાર્નિવલ”

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા “રેવા સાયક્લો કાર્નિવલ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ, અંકલેશ્વર દ્વારા આગામી તા. 21 એપ્રિલ, રવિવારના રોજ સવારે 6થી 8 કલાક સુધી “રેવા સાયક્લો કાર્નિવલ” નું આયોજન કરવામાં આવનાર છે. આ “રેવા સાયક્લો કાર્નિવલ” માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આપેલ લીંક https://www.townscript.com/e/8th-reva-cyclo-carnival ઉપર જરૂરી માહિતી ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જ્યારે ઓફલાઈન માટે અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સાથે જ કીટ અને ટી-ર્શટ મેળવવા માટે આપના વોટસએપ નંબર ઉપર મેસેજથી કરી જાણ કરવામાં આવશે. દરેક ભાગ લેનારને મેડલ, ટી-શર્ટ, ગુડીઝ બેગ, બીબ નંબર તથા ચાહ-નાસ્તો પણ આપવામાં આવશે. આ કોઈ સ્પર્ધા નથી, પરંતુ પારિવારિક ઈવેન્ટ હોય, જેથી 10 વર્ષથી ઉપરના સૌકોઈ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આ ઈવેન્ટના દિવસે મુખ્ય મહેમાન તરીકે ખાસ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા વિશેષ ઉપસ્થિત રહી લોકોનો ઉત્સાહ વધારનાર છે. રેવા સાયક્લો કાર્નિવલનો મુખ્ય હેતું સ્વાસ્થ્ય, પર્યાવરણ, ટ્રાફિક તથા પ્રદુષણ ઓછું કરવા માટે લોકો વધુ સાયકલનો ઉપયોગ પોતાના દૈનિક જીવનમાં કરે તે છે. તે માટે આ વર્ષે “Be the change, The earth needs more Cyclist” સ્લોગન રાખવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે સૌકોઈને અંકલેશ્વર બાઈસિકલ ક્લબ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટસ વેલફેર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.