નિલેશ ચોકડી પાસે બે બાઈક સવાર વ્યક્તિઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધાં, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, જ્યારે બીજાને સારવાર હેઠળ ખસેડાયો…

New Update
નિલેશ ચોકડી પાસે બે બાઈક સવાર વ્યક્તિઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધાં, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, જ્યારે બીજાને સારવાર હેઠળ ખસેડાયો…

અંકલેશ્વરની નિલેશ ચોકડી ઉપર સવારના સમયે નોકરી પર જતાં લોકોના કારણે વાહનોથી સતત વ્યસ્ત રહેતો હોય છે. આજે સવારના સમયે અંકલેશ્વરના જોષીયા ફળિયામાં રહેતા જયંતિ દિલીપભાઈ પટેલ અને કમલેશ પૂંજાભાઈ પટેલને બાઈક પર બેસાડી નિલેશ ચોકડી પરથી પસાર થઈ રહ્યો હતા. 

આ સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર જયંતીભાઈ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે અન્ય વ્યક્તિ કમલેશ પટેલને પણ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories