Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સંસ્કારદીપ વિદ્યાલય “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...

GIDC વિસ્તાર સ્થિત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે “આપણા ઉત્સવો” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સૌરભ વર્ગના ભૂલકાઓમાં વર્ગ પ્રવૃત્તિની સાથે સાથે આપણા ઉત્સવો અંગે વિસ્તૃત સમજ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના મોટી મંડળીના ભૂલકાઓએ ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખી સુંદર નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ગણેશ સ્તુતિ, નવરાત્રી, ઉતરાયણ, હોળી, શિવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી સહિત તમામ રાષ્ટ્રીય તહેવારોને આવરી લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્કારદીપ વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર સુધા વડગામા, આચાર્યા દીપ્તિ ત્રિવેદી સહિત શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Next Story