Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો...

સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર : સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મી રક્તદાન શિબિર સહિત સત્સંગ કાર્યક્રમ યોજાયો...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 29મી રક્તદાન શિબિર અને સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઇડ એરિયા સ્થિત ગોરબંધ હોટલ ખાતે સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા જ્ઞાન પ્રચારક તેમજ મુખી મહાત્મા વિનુ કાપડિયાની ઉપસ્થિતિમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 29મી રક્તદાન શિબિર અને સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુયાયીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ત્યારબાદ સત્સંગનો કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story