અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રી દિવસીય યોગ શિબિરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ત્રી દિવસીય યોગ શિબિરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વસંત ઋતુના વાયરામાં લોકો યોગાસન,ધ્યાન અને પ્રાણાયામ વિષે જાગૃતતા કેળવે તે માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષીણ ગુજરાતના પ્રભારી તનુજા આર્યાના માર્ગદર્શન હેઠળ આજથી ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓને વિવિધ યોગાસન અને ધ્યાન અંગે વિગતવાર માહિતી આપી યોગ કરાવવામાં આવ્યા હતા.આ યોગ શિબિરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.