Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો

શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એસ.પી.એલ-3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એસ.પી.એલ-3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમાજના યુવાનોમાં એકતા વધે અને સમાજનું સંગઠન મજબૂત બને તે હેતુથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે ક્રિએટીવ એન્જિનિરીંગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સરદાર પ્રીમિયર લીગ-3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 24 ફેબ્રુઆરીના રોજ રમાશે.આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત, ઉપપ્રમુખ સી.કે. જીયાણી, ક્રિએટિવ એન્જિનિયરિંગના હિતેશ પટેલ ,સંજય પટેલ ,સાંસ્કૃતિક કમિટી ચેરમેન અતુલ પટેલ સહિતના આગેવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story