/connect-gujarat/media/post_banners/1f8ec382a3756152ba07a1b04722c7edac4ae1fb2a83a83bdb85abc360e7ba1b.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરની 3થી 4 દુકાનોમાં સુરત GST વિભાગ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં 3થી 4 દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરત GST વિભાગના અધિકારીઓએ શોપિંગ સેન્ટરમાં આવેલ એક નામાંકિત વેપારી સહિત અન્ય 3 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અધિકારીઓએ દુકાનોમાં બિલ અને માલ-સામાનના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તો બીજી તરફ, સુરત GST વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.