અંકલેશ્વર : જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય, 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર કરાયા

જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

New Update
અંકલેશ્વર : જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય, 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર કરાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરમાં સર્જાયેલા 2 અલગ અલગ અકસ્માતમાં મોતને ભેટેલા 2 લોકોના પરિવારજનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેવટે પોલીસ દ્વારા અંકલેશ્વરના જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના રજનીશ ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે બન્ને બિનવારસી મૃતદેહના જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરના રામકુંડ સ્થિત સ્મશાન ગૃહ ખાતે ધાર્મિક વિધિ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Latest Stories