અંકલેશ્વર: ન.પા.દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને અર્પણ કરવામાં આવ્યા શ્રધ્ધાસુમન.!

અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

New Update

આજે 2 જી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે તેઓની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ વિનય વસાવા,શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશશાહ, યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ શહેરની જનતાને સ્વચ્છ ભારત મિશનમાં જોડાવા માટે અપીલ કરી હતી.કચરો કચરાપેટીમાં અને ડોર ટુ ડોર સેવામાં આવનાર ટેમ્પામાં જ આપવા અપીલ કરી હતી