/connect-gujarat/media/post_banners/f70fc560c19bcaec7b934e6bddb352e752a633b373f3f78ce06565f98f9cd464.webp)
અંકલેશ્વર વાલીયા રોડ પર આવેલ અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીની બિલ્ડિંગમાં ઓફિસનું તાળું તોડી તસ્કરો રૂપિયા 37,000 થી વધુની કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા જો કે ચોરી કરતાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટીની બિલ્ડિંગમાં આવેલી ઓફિસના દરવાજાના નકુચો અને તાળુ તોડી તસ્કરોએ પ્રવેશ મેળવી રોકડ રકમ સહિત 37,000ની ચોરી કરી ફરાર થયા હતા.ચોરીની ઘટનાની જાણ સવારે ઓફીસે નિત્યક્રમ પ્રમાણે આવતા દિનેશ પટેલને થઈ હતી. તેઓએ પોલીસને આ અંગેની જાણ કરતાં જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઓફિસમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે જેના આધારે પોલીસે તસ્કરોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે