Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા, ચોરીની ઘટના CCTVમાં કેદ...

મળતી માહિતી અનુસર, અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલ છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકી કોપર કોઇલ અને બાર સહિતના મુદ્દામાલની ચોરી કરવા આવતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

મળતી માહિતી અનુસર, અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલ છે. જે કંપનીને ગત તા. 10મી જૂનના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ કંપનીના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં પ્રવેશ કરી, જ્યાં ડ્રમમાં મુકેલ કોપર કોઇલ તેમજ કોપર બાર સહીત 86 કિલો ભંગાર મળી રૂપિયા 56 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ કરતૂત કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવના પગલે કંપનીના ઓપરેટરે એચ.આર. મેનેજર આશિષ ગુર્જરને જાણ કરી હતી, ત્યારે કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં 2 જેટલા તસ્કરો કંપનીના ઈ-વેસ્ટ પ્લાન્ટમાં પ્રવેશ કરી કોપર સામાનની ચોરી કરતા નજરે પડ્યા હતા. ચોરી અંગે કંપનીના મેનેજરે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story