/connect-gujarat/media/post_banners/475ca812a15f95749957438b556350f94ae4b45a3b6a61958c4c5f47ea047d17.jpg)
આજરોજ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં દુંદાળાદેવની આરાધના કરવામાં આવી હતી
પ્રથમ પૂજાતા દેવ એવા શ્રી ગણેશની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આપને હરહમેશ સમાચારોથી આગળ રાખતી કનેક્ટ ગુજરાતનાં અંકલેશ્વર સ્થિત કાર્યાલયમાં પણ બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિઘ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આરાધના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કનેક્ટ ગુજરાત ન્યૂઝના ડિરેક્ટર યોગેશ પારિક, ડો.ખુશ્બુ પંડ્યા સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ સુધી બાપાની ભક્તિ કરવામાં આવશે.પર્યાવરણના જતનના હેતુસર માટીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે જેનું ઇકોફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવશે