અંકલેશ્વર: યશ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ ઇકો કારના સાયલન્સરની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાંથી વાહન ચોરી ઇક્કો કારના સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

New Update
અંકલેશ્વર: યશ હોસ્પિટલ નજીક પાર્ક કરેલ ઇકો કારના સાયલન્સરની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાંથી વાહન ચોરી ઇક્કો કારના સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતા સંદીપ વિનુ વસાવાએ ગત તારીખ-૨૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એસ.૬૦૩૫ અંકલેશ્વરના યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે ઇકો કારના સાયલન્સરની ચોરી કરતા પિતા પુત્રની ધરપકડ કરી હતી અને ચોરીના 20થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે ફરી એકવાર સાયલન્સર ચોરીનો બનાવ સામે આવ્યો છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.