Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ,અકસ્માતના પ્રમાણમાં વધારો

નોટીફાઇડ રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ત્રાસદી સમાન બની ગયો છે જેના કારણે રાહદારી ઉપરાંત વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે.

X

અંકલેશ્વર નોટીફાઇડ રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક ત્રાસદી સમાન બની ગયો છે જેના કારણે રાહદારી ઉપરાંત વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે.

અંકલેશ્વર નોટીફાઇડ રહેણાક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી દીધી છે. મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર વીસથી પચ્ચીસ જેટલા પશુઓ માર્ગની વચ્ચો વચ્ચ અડિંગો જમાવીને બેસી રહે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.નોટીફાઇડ રહેણાક વિસ્તારમાં જલધારા ચોકડી, સરદાર પાર્ક,૫૦૦ ક્વાટર વિસ્તારમાં રોડની વચ્ચો વચ્ચ અનેક રખડતા ઢોરો અચૂક જોવા મળે છે. રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે જોખમી બની ગયા છે. રોજે રોજ અનેક નાના મોટા અકસ્માતો બની રહ્યા છે. આમ છતાંય અંકલેશ્વર નોટીફાઇડ તંત્ર આ સમસ્યા પરત્વે આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોરના ત્રાસનો દૂર કરવા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

Next Story