/connect-gujarat/media/post_banners/ad812e483dfd48410fc72c88a761198e0d0f5c594edb2697eaf166675630f050.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગડખોલ-સુરવાડી રેલવે ઓવરબ્રિજ ઉપર ચૌટા બજારને જોડતા માર્ગ તરફ બ્રિજ ઉતરતી સાઇડ પર રખડતાં ઢોરો અડિંગો જમાવી બેસતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોમાસાની ઋતુ વચ્ચે પશુપાલકો પોતાના પશુઓને રખડતાં છોડી દેતા હોવાથી શહેરના માર્ગો ઉપર પશુઓ અડિંગો જમાવીને બેસતા હોય છે. રખડતાં ઢોરો અડિંગો જમાવીને બેસતા હોવાથી પીક અવર્સમાં રોડ પર રખડતાં ઢોરોના જમાવડાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. તો કેટલીક વખતે રાત્રી દરમિયાન વરસાદ વચ્ચે વિજ પુરવઠો ખોરવાતા પશુઓ અંધારામાં ન દેખાઇ તો અકસ્માતમાં વાહનચાલક સાથે પશુઓના જીવને પણ જોખમ રહેતો હોય છે.
થોડા દિવસ અગાઉ અંકલેશ્વર શહેર અને તાલુકામાં રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતા નગરપાલિકાએ ઢોર પકડવા માટે ટીમને કામે લગાડી રખાડાતા ઢોરને ગૌશાળા પકડીને મુકવામાં આવ્યા હતા, ત્યારે હવે અંકલેશ્વરના ગડખોલ-સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પર ચૌટા નાકાને જોડતા માર્ગ પર બ્રિજ ઉતરતી વેળાએ રખડતા ઢોર અડિંગો જમાવીને બેસતા હોવા ઉપરાંત જમાવડો કરી ઉભા રહેતા હોવાથી ટ્રાફિક જામ સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બાઇક ચાલકો સ્લીપ થતાં થતાં બચે છે. ખેર પશુઓ તો પશુ છે, પણ મનુષ્ય કે જેમને પશુઓને સંભાળવાની જવાબદારી છે, તે રખડતા છોડી દેતા હોવાથી રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે.