ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ભરૂચ જિલ્લા સેવા સેતુ એસપીસી અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તાર સ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત જીઆઈડીસી પોલીસ મથકની મુલાકાતે લાવવામાં આવ્યા હતા. આ સાથે જ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે વાહન ચાલકોને સીટ બેલ્ટ, હેલ્મેટ તેમજ ચાલુ વાહને મોબાઇલ પર વાત ન કરવી સહિતની વિવિધ સૂચનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓએ વાહન ચાલકોને પુષ્પ પણ અર્પણ કર્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીઓને ક્રાઈમ રેકોર્ડ, પોલીસ સ્ટેશન, ઓફિસર, હથિયાર તેમજ પોલીસ વિભાગની વિવિધ કામગીરી અંતર્ગત માહિતીગાર કરાયા હતા. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય બિનોજ પીતામ્બરન, મંગલસીંગ રાઠવા, CPO ચેતનકુમાર, CPO વૈશાલીબેન સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.