/connect-gujarat/media/post_banners/ba9b093bc2423bf50c016437ddf69f9bd12c49b4fcb75963e593b456c1c08d94.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ યુપી અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોળી ચકલા ફળિયામાં રહેતા 34 વર્ષીય સંદીપ હીરાલાલ ચૌરસિયા ગતરોજ સાંજના સમયે ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતા તેઓનું શંકાસ્પદ મોત નિપજતા સ્થાનિકોએ પાનોલી પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, અને યુવાનને જગાડી જોતાં તે નહીં ઉઠતાં પોલીસે ડોકટરને બોલાવ્યા હતા, ત્યારે તબીબે તેને તપાસ કરતાં તે મરણ ગયેલ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આ અંગે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.