/connect-gujarat/media/post_banners/d8cd8f078af6cbe7f810f449067e92d025927183adb9fae7e900bdf5368e3cbb.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી રૂ. 42.50 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.
પોલીસની આંખોમાં ધૂળ નાંખવા માટે બુટલેગરો દારૂની હેરાફેરી કરવાના અવનવા કીમિયાઓ અપનાવતા હોય છે, ત્યારે ટેમ્પો પર મહારાષ્ટ્ર પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી ચંદીગઢ ખાતેથી દારૂ ભરી ડીલવરી કરવા જતાં ટેમ્પો ચાલકને ભરૂચના માંડવા ટોલનાકા નજીકથી પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીક આઇસર ટેમ્પોમાંથી રૂ. 32.40 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ રૂ. 42.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી દારૂ ભરી આપનાર તેમજ વોટ્સએપ કોલથી લોકેશન આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.