/connect-gujarat/media/post_banners/5406acd2a9a72a8912666807db6c709f9ab0116c82094686f0a77c03ff12004a.jpg)
અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટી પાસે પોણા બે વર્ષ પહેલા ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં પેરોલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ-3જી ઓગસ્ટ-2022ના રોજ રાતે અંકલેશ્વર શહેરના અલનૂર કોમ્પ્લેક્સ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યૂપિટર ગાડી લઇ ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા.ઘાયલ સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળાને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજયું હતું. આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અગાઉ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.જ્યારે હત્યાના ગુનામાં કાવતરુ ઘડનાર મુખ્ય આરોપી મોહંમદ શફી ઉર્ફે કાનાનીને અંક્લેશ્વર આવનાર છે.જેવી બાતમીના આધારે પેરોલ પોલીસે વોચ ગોઠવી હતી અને રેલ્વે ગોદી રોડ ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો મોહંમદ શફી ઉર્ફે કાનાનીને ઝડપી પાડી તેણે અંક્લેશ્વર શહેર એ ડિવીઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.