/connect-gujarat/media/post_banners/43cbf4572caba9a67d7cf3d655348b17fc86b2820c0156e94b446e5ee77bd46f.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પૂરના પાણીમાં બેઘર બનેલ લોકો સરકાર પાસે છતની આશાએ બેઠા છે. નર્મદા નદીના પૂરના પાણીથી સૌથી વધુ અસર પામેલ ગામો પૈકીના જુના બોરભાઠા બેટ ગામમાં કાચા મકાનો અને ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે. 53 વર્ષ બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચના 3 તાલુકાના 35થી વધુ ગામોમાં તબાહી સર્જી છે. કાચા મકાનોનું ધોવાણ, પશુઓના મોત, ઘરવખરીના સામનને નુકસાન, ખેડૂતોના મહામૂલા પાકને નુકસાન સાથે જ કાંઠા વિસ્તારમાં ખેતીની જમીનો પણ ધોવાઈ ગઈ છે. તેવામાં અંકલેશ્વરના કાંઠા વિસ્તારો પૈકીના જુના બોરભાઠા બેટમાં આજે 6 દિવસે પણ પૂરના પાણી ઓસર્યા બાદ કાળજુ કંપાવી નાખે તેવી તસવીરો જોવા મળી રહી છે. 200 રૂપિયા રોજનું મહેનતાણું મેળવી પોતાના સ્વપ્નોના મહેલ એવા કાચા મકાન ઊભા કરનાર પરિવારજનો રાતોરાત બુલેટ ગતીએ આવેલ પૂરમાં માં બેઘર થયા છે, ત્યારે હાલ તો વિનાશક પૂરના કારણે બેઘર બનેલા લોકોને સરકાર દ્વારા ઘર બનાવી આપવામાં આવે તેવી જુના બોરભાઠા બેટના શ્રમજીવી પરીવારો માંગ કરી રહ્યા છે.