/connect-gujarat/media/post_banners/927aaa833ea94652103a2bea6bd4213c3a70e1b51df5deef22345f6278352cd4.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે છેલ્લા 4 માસથી પોક્સો એક્ટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ મથકના બળાત્કાર અને પોક્સો એક્ટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી જલધારા ચોકડીથી વિઝન સ્કૂલ તરફ જોવા મળ્યો હોવાની બાતમી મળી હતી, ત્યારે આ બાતમીના આધારે GIDC પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પૂછપરછ કરતા તે મૂળ મહારાષ્ટ્ર અને હાલ સારંગપુર વિસ્તારના લક્ષ્મણનગર સ્થિત મારુતિધામ-2માં રહેતો હોવાનું જણાવ્યુ હતું. જોકે, આ આરોપી છેલ્લા 4 માસથી પોક્સો એક્ટના ગુન્હામાં નાસતો ફરતો હોવાથી અંકલેશ્વર GIDC પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.