/connect-gujarat/media/post_banners/7b04f18eed14468ea8580f5e1b4f4a67f63c35abb8d9e4ad1dac20198c0df86a.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બેન્ક, જ્વેલર્સ શોપ, વિવિધ સોસાયટીઓના આગેવાનો તેમજ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને દિવાળી નજીક હોવાથી જો કોઈની પણ શંકાસ્પદ હિલચાલ જણાય તેમજ માલમત્તા લઈને આવતા-જતાં લોકને પણ કાળજી રાખવા સાથે દિવાળી વેકેશન ટાણે બંધ મકાન હોય તો આજુબાજુના રહીશો સહિત પોલીસને જાણ કરવા સૂચન આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર બેઠક દરમ્યાન અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બી.એન.સાગરએ દિવાળીના તહેવાર ટાણે નગરજનોને સતર્ક રહેવા અપીલ કરી હતી.