અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવનાર મહિલા આરોપીના પતિની પણ ધરપકડ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અંકલેશ્વર : ખોટા પુરાવા રજૂ કરી સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવનાર મહિલા આરોપીના પતિની પણ ધરપકડ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ખોટા પુરાવા રજૂ કરી સ્ટેપ વેન્ડરનું લાઇસન્સ મેળવ્યા બાદ નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલાની બી’ ડિવિઝન પોલીસે ધડપકડ કરી હતી, ત્યારબાદ વધુ તપાસ બાદ મહિલા આરોપીના પતિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા અંક્લેશ્વર પોલીસ બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે, અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સીટીની રહેવાસી મહિલા ચેતના પ્રવિણસિંહ સોલંકીએ સ્ટેમ્પ વેન્ડરનું લાઇસન્સ મેળવવા અરજી કરી હતી. જેમાં પુરાવાઓમાં રજૂ કરેલ ધોરણ 10 પાસનું ખોટું સર્ટિ બનાવ્યું હોવા છતાં સાચા સર્ટિ તરીકે સત્તાધિકારીને રજૂ કર્યું જતું. એટલું જ નહીં, ખોટી રીતે સરકારને ગેરમાર્ગે દોરી સરકાર સાથે છેતરપીંડી કરી સ્ટેપ વેન્ડરનું લાઇસન્સ મેળવી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પનું ગેરકાયદેસર વેચાણ પણ કર્યું હતું, ત્યારે આ મામલે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી મહિલા સ્ટેમ્પ વેન્ડરની ધડપકડ કરી હતી. જોકે, ત્યારબાદ આ ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપીના પતિ સત્યન વ્યાસની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #woman #accused #stamp vendor license #false evidence #husband arrested
Here are a few more articles:
Read the Next Article