/connect-gujarat/media/post_banners/b45b9be8b11113f645496c2726753b86e08896b455de2de3ab85ee1854e4e963.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરના ચૌટા બજાર ખાતે આવેલ 400 વર્ષ પુરાણા અતિ પૌરાણિક માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ વિધિ, શ્રીફળ-હવન, મહાપ્રસાદી સહિત સંધ્યા સમયે ભજન કીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાદેવ અને માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે માર્કંડેશ્વર યુવક મંડળના યુવા સભ્યોએ પાટોત્સવના અવસરને અનુરૂપ તમામ કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ સાથે જ અંબાજી મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.