અંકલેશ્વર: પાડોશીએ જ પાડોશીના મકાનમાં કરી ચોરી, પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો

નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બી ડીવીઝન પોલીસે પાડોશી સહીત સોનીને ઝડપી પાડી ૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અંકલેશ્વર: પાડોશીએ જ પાડોશીના મકાનમાં કરી ચોરી, પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો
New Update

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી બી ડીવીઝન પોલીસે પાડોશી સહીત સોનીને ઝડપી પાડી ૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગત તારીખ-૨૪-૩-૨૩ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાં રહેતા અંશુધર ઉપેન્દ્ર હરી ક્રિષ્ણ મિશ્રાના દાદી વતનમાં અવસાન થતા તેઓ પરિવાર સાથે વતન ગયા હતા જેઓ ૧૫મી એપ્રિલના રોજ ઘરે પરત ફરતા તેઓના ઘરે બારી તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો રોકડા અને બે ફોન તેમજ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૪૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું ધ્યાન ઉપર આવતા મકાન માલિકે ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા ચોરીના મોબાઈલ સાથે એક ઇસમ ગડખોલ અયપ્પા મંદિર પાસે બેઠેલ હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી નીરવકુંજ સોસાયટીમાં રહેતો આકાશ પવનકુમાર શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચોરીની ઘટનાને અંજામ આપી સોના-ચાંદીના ઘરેણા ભડકોદ્રાની શ્યામ શિખર કોમ્પ્લેક્ષમાં રહેતા સોની લક્ષ્મીકાંત શિવનારાયણને વેચાણ કર્યા હોવાનું કબુલ કરતા પોલીસે પાડોશી અને સોનીની ધરપકડ કરી ૨.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Theft #police #arrested #accused #Stole #neighbor #Solves Case
Here are a few more articles:
Read the Next Article