Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાલિકા દ્વારા નગરજનોને અપાતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો વિપક્ષના નેતાએ કર્યો આક્ષેપ..!

શહેરમાં નગરજનોને પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો પાલિકા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરજનોને પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી અશુદ્ધ હોવાનો પાલિકા વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પારાયણ સર્જાય છે. પાલિકા દ્વારા લોકોને પીવાનું પાણી તો આપવામાં આવે છે, પણ આ પાણી કેટલું શુદ્ધ હોય છે, તે આ દ્રશ્યો પરથી તમે વિચારી શકો છે..!

અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત ગામ તળાવમાં આવતું પીવાનું પાણી GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીકથી પસાર થતી નહેર મારફતે આવતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ નહેર ખૂબ પ્રદૂષિત છે, અને આ નહેરમાં અનેક મૃત પશુઓ પણ નાખવામાં આવતા હોવાનું પાલિકા વિપક્ષના નેતાએ જણાવ્યુ હતું. જે પાણી સમગ્ર અંકલેશ્વર શહેરના નગરજનો પીવે છે.

તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યુ હતું કે, અંકલેશ્વરવાસીઓને મળતું પીવાનું પાણી પાલિકા દ્વારા શુદ્ધ કરીને જ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરી નહેરને શુદ્ધ કેવી રીતે રાખવી તે દિશામાં કામગીરી કરવામાં આવશે તેવું જણાવી પાલિકા પ્રમુખે લૂલો બચાવ કર્યો હતો.

Next Story