/connect-gujarat/media/post_banners/39efa6eb723ae56a3f45709d83a3cda2a5356c1453d389a7e09869a3745dd372.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઓમકાર-૨ કોમ્પ્લેક્સના ગાર્ડનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો લેવા આવેલ પાર્સલની ગાડીના ચાલકને રૂ. ૩૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-૨ કોમ્પ્લેક્સના ગાર્ડનમાં ઝાડીની વચ્ચે પાર્સલ ગાડીના ચાલક 2 પાર્સલમાં વિદેશી દારૂ સંતાડી અમદાવાદ ખાતે લઈ જઈ રહ્યા છે, અને તે ફરી આ વિદેશી દારૂના પાર્સલ લેવા આવનાર છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વોચ ગોઠવતા બાતમીવાળો ઇસમ વિદેશી દારૂનો જથ્થો લેવા આવતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ ૧૯૧ નંગ બોટલ અને એક ફોન મળી કુલ ૩૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પાર્સલ ગાડીના ચાલક મૂળ રાજસ્થાનના મોલેલા ગામના કિશનસિંગ શંકરસિંગ રાજપૂતને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.