અંકલેશ્વર:અમરતપૂરા ગામની સીમમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પરપોલીસની ટીમ ત્રાટકી,3 ભઠ્ઠી પરબુલ્ડોઝર ફરી વળ્યુ

હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..

New Update
અંકલેશ્વર:અમરતપૂરા ગામની સીમમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પરપોલીસની ટીમ ત્રાટકી,3 ભઠ્ઠી પરબુલ્ડોઝર ફરી વળ્યુ

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હોળી પર્વ પહેલા જ અમરતપુરા ગામની સીમમાં ધમધમતી ૩૦થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી ૨૦થી વધુ બુટલેગરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આગામી હોળી-ધૂળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા રેંજ આઈ.જી.સંદીપસિંગ અને જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા પ્રોહીબીશનની સ્પેશ્યલ ડ્રાઈવની સુચના આપવામાં આવી હતી..

જેને આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહીત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવી હતી અને ૬૮૧ લીટર દેશી દારૂ ૨૭ હજારથી વધુ વોશનો જથ્થો તેમજ ચાર વાહનો મળી કુલ ૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ૪૧ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જયારે ૧૧ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

Latest Stories