Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ, તો તંત્ર દ્વારા દબાણો દુર કરાયા..!

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,

X

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે કામગીરી દરમ્યાન મુખ્ય માર્ગ પર વાહનો ભારણ વધવાની શક્યતાના પગલે તંત્ર દ્વારા હસતી તળાવથી ચૌટા નાકા માર્ગ પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તા. 14થી 29 માર્ચ સુધી ONGC નજીક બ્રિજની કામગીરીને મુલતવી રાખવામાં આવી હતી. જોકે, હવે બોર્ડની પરિક્ષાઓ પૂર્ણ થઇ છે, ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ બિસ્માર બનેલા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજની કામગીરી દરમ્યાન મુખ્ય માર્ગ પર વાહનો ભારણ વધવાની શક્યતાના પગલે જાહેર બાંધકામ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હસતી તળાવથી ચૌટા નાકા માર્ગ પરના દબાણોને દુર કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ, ONGC બ્રીજ નજીકનો માર્ગ તેમજ શહેરના અન્ય મુખ્ય માર્ગ પરના દબાણો પર આગામી દિવસોમાં દુર કરવામાં આવશે.

Next Story