અંકલેશ્વર: રિક્ષાચાલકોએ બી ડિવિઝન પોલીસને પાઠવ્યુ આવેદનપત્ર,હેરાનગતિ ન કરવા રજુઆત

અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી

અંકલેશ્વર: રિક્ષાચાલકોએ બી ડિવિઝન પોલીસને પાઠવ્યુ આવેદનપત્ર,હેરાનગતિ ન કરવા રજુઆત
New Update

અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ ખાતેથી રિક્ષા ચાલકો મુસાફરો બેસાડી પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે પરંતુ માર્ગ ઉપર થતી ટ્રાફિકજામની સમસ્યાને લઈ પોલીસ દ્વારા અંકલેશ્વર-ભરુચ જૂના નેશનલ હાઇવે ઉપર પ્રતિન ચોકડી પાસે રિક્ષા ચાલકોને ત્યાં ઊભા રહેવા નહીં દેવા સાથે તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા રિક્ષા ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.જે અંગે આજરોજ જયભારત ઓટો રિક્ષા એસોસિએશનના આગેવાનોએ અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાની મુલાકાત કરી રિક્ષા ચાલકોને પડતી અગવડને લઈ રજૂઆત કરી હતી.જે રજૂઆતને ધ્યાનમાં રાખી ટ્રાફિકને અડચણરૂપ નહીં થાય તે રીતે રિક્ષા ચાલકો વ્યવસાય કરે તેવી ખાતરી આપી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #B Division Police #complaint #letter #rickshaw
Here are a few more articles:
Read the Next Article