Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જીતાલી ગામેથી 7 જુગારીયાઓની કરી ધરપકડ, મુખ્ય સુત્રધાર ફરાર

ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

અંકલેશ્વર : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જીતાલી ગામેથી 7 જુગારીયાઓની કરી ધરપકડ, મુખ્ય સુત્રધાર ફરાર
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરી પાછળથી જુગાર રમતા 7 જુગારીયાઓને રોકડ રકમ અને 2 વાહનો મળી કુલ 82 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા, જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની નવી નગરીમાં રહેતો ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે પોતાના મળતિયાઓ રાખી નવી નગરી પાછળ વરલી મટકાનો જુગારધામ ચલાવે છે, જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ સ્થળ પરથી રોકડ રકમ 16 હજાર અને 6 નંગ મોબાઈલ ફોન તેમજ 2 વાહનો મળી કુલ રૂપિયા 82 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જયારે મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હતો. જોકે, ઝડપાયેલા તમામ જુગારીયાઓને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story